રાજકોટના પિતા-પુત્ર સહિત પાંચ શખ્સે વાપીના કોન્ટ્રાટકર પાસે ૮૦ લાખ પડાવ્યા
રાજકોટના પિતા-પુત્ર સહિત પાંચ શખ્સે વાપીના કોન્ટ્રાટકર પાસે ૮૦ લાખ પડાવ્યા  - વિકાસ નિગમમાંથી પ્લોટની ફાળવણી કરાવી આપવાનું કહી બોગસ એલોટમેન્ટ પત્ર પકડાવી દીધો ચીટર ગેંગે જીઆઇડીસીના જનરલ મેનેજરના સહી-સિક્કાવાળો લેટર પણ તૈયાર કર્યો હતો : અન્યો સાથે પણ છેતરપિંડી કરી છે વાપી, તા. 4 મે, 2018, શુક્રવાર વાપીના કોન્ટ્રકટરને સરીગામ જીઆઈડીસીમાં સસ્તા ભાવે પ્લોટ એલોટમેન્ટ કરાવી આપવાની લાલચ આપી રાજકોટના પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ રૃ.૮૦ લાખ પડાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ અન્ય ચારથી પાંચ વ્યકિતઓ પાસેથી નાણાં પડાવી લીધા હોવનું બહાર આવ્યું છે. સાથે કોન્ટ્રાકટરને પ્લોટના બોગસ એલોટમેન્ટ પત્ર પધરાવી દીધા હતા. વાપી મોરારજી સર્કલ નજીક સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રફુલભાઈ શિવાભાઈ પટેલને રોયલ આર્કેટમાં આવેલી ઓફિસમાં કામ કરતા ધર્મિન રઘુભાઈ પટેલે (રહે.સલવાવ) સરીગામ જીઆઈડીસીમાં આવેલા પ્લોટ સસ્તા ભાવે અપાવવા વાત કરી હતી. બાદમાં ઓફિસ માલિક સવજીભાઈ હરીભાઈ પટેલ અને તેનો પુત્ર નિર્મલ સવજીભાઈ પટેલ (બંને રહે.રાજકોટ) સાથે પ્લોટ અંગે વાતચીત કરી હતી. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની કચેરીમ...